પરિવાર
પરિવાર છે આમતો
પણ
જરા! વેરવિખેર દેખાય છે….
એકસાથે બેસી
સુખ દુઃખની આપલે
હસી મજાક
ને એકબીજાનો
લાગણીભર્યો સ્પર્શ
ક્યાંક ગૂમ છે…
તપાસ અંતે
જણાયું …
સૌ પોત પોતાના રૂમમાં
અંગત મોબાઈલ સાથે
અંગત લાગણી
અવગણી
કોણ જાણે
કઇ દુનિયામાં ગૂમ છે??
નિલેશ બગથરિયા
“નીલ “