ફૂલ જેવી જાત મ્હેકાવી ગયું,
ફૂલ જેવી જાત મ્હેકાવી ગયું,
કોણ મારા અંતરે આવી ગયું?
હાય! વળતાં ઘેન કેવાં આંખમાં?
સોંસરું આ કોણ છે? ફાવી ગયું!
આંસુઓની ધાર પાંપણથી વહે,
એકધારી મ્હેર વરસાવી ગયું.
થાય ઝંકૃત રોમ, વ્યાપી ઘેલછા,
ભાન હળવેથીય સરકાવી ગયું.
જીભે રાચે જાપ એના નામના,
ઝાંખવાની એ તરસ, વાવી ગયું.
–હેમા ઠક્કર “મસ્ત “