વ્હાલા હવે તું આવને,
આવી અચાનક મળ મને.
વ્હાલા સતાવે કાં મને?
આવી અચાનક મળ મને.
ભૂલી રહે તારા પણું,.
આવી રહે મારા પણે…
વ્હાલા બતાવું શું તને?
આવી અચાનક મળ મને.
હૈયું રહે ના હાથમાં,
ક્યાંથી કરું હું પ્રાર્થના?
વ્હાલા ડગાવું શું તને?
આવી અચાનક મળ મને.
માંગ્યું મળે ના જાણતી,
તો એ તને હું માંગતી…
વ્હાલા જગાવું શું તને?
આવી અચાનક મળ મને.
આવી રહે પામું તને,
દાહો બધી દાબું મને…
વ્હાલા જણાવું શું તને?
જો કોકિલા ની યાતનાં,
તૂટી રહી છે સાધના…
વ્હાલા ભણાવું શું તને?
આવી અચાનક મળ મને.