અમને પ્હેલાં મળી તો જુઓ,
એક વાદળ કળી તો જુઓ.
આદમીની પરખ થઇ જશે,
થોડા કષ્ટો ગળી તો જુઓ.
નામ એનું ખુશામત નથી,
છે ઘરેણું લળી તો જુઓ.
સત્યની જીત ત્યારે થશે,
ગમના દરિયે ભળી તો જુઓ.
હેડલાઈનમાં આવી જશો,
આ નગરમાં છળી તો જુઓ.
રોશની ચોતરફ ફેલશે,
ચાંદ તરફે ઢળી તો જુઓ.
~ સિદ્દીકભરૂચી