અમુક દર્દ એવા હોય છે, જેના ઈલાજ હોતા નથી,
સળગતા રહે છે શ્વાસ માં સદા, કદી બુજાતા નથી.
છાતી એ ચાંપી ને રાખવા પડે છે સહુથી છાનામાના ,
વળગ્યા રહે છે વ્હાલથી,અંતરથી અળગા થતા નથી.
ઈશ્વરની દેન કહો કે હાથના કર્યા વાગ્યા હોય હૈયે,
ખટક્યા કરે છે ખામખા, ઘાવ એવા કદી રૂઝાતા નથી.
ખામોશ રહી ને ખેંચી નાખવી પડે છે જિંદગી આખી,
ઉધઈ જેમ કોરી ખાય છે અંદર ને અંદર દેખાતા નથી.
અસાધ્ય રોગોના ઉપચાર પણ મળી રહે છે આજકાલ,
જીવલેણ હોય છે એ જંતુ,જીવ લીધા વિના જાતા નથી.
ભલે કિસ્મત ને કોશો કે કિરતારને કરગરો કરુણાથી,
કરવત જેમ કાપ્યા રાખે કલેજાને,રાતદિન થાકતા નથી.
“મિત્ર” ઉદાસીનતા જ છે ઓળખાણ એમની આલમમાં,
જગત ને જણાવવા જાહેરમાં ભેદ એના ખોલતા નથી.
વિનોદ સોલંકી “મિત્ર”