બંને આંખે કાળા કુંડળ પડ્યા,
શમણાં મારા રાતોમાં સડયા!
જોઈને અમને ભરબજારમાં,
સંબંધી રસ્તો બદલીને વળ્યા!
ખૂબ કર્યા છે ઉજાગરા અમે,
પ્રેમમાં રાત દી’ સરખા મળ્યા!
બનાવી હતી સૂચિ જીવનની,
પણ પરંપરાના પથ્થરો નડ્યા!
ડગલે પગલે દુઃખ બહુ આવ્યું,
અમે લાકડાની તલવારે લડ્યા!
દુઃખીયાને ખભો આપ્યો છે દીપ,
મદદે આવીને દુનિયાને અડ્યા!
દીપ ગુર્જર