જાણી જોઈને ગુનો કર્યો નથી,
આંખ બાળે એ ધૂણો કર્યો નથી,
આંસુની ધારા વહે અવિરત છતાં
કૈ સમંદરને ઊંણો કર્યો નથી,
સાવ પાષણ સમ હ્ર્દય છે એમનું,
ભાવને ક્યારે કૂણો કર્યો નથી,
આંખ રાખી એમણે પણ કોરિકટ,
આંખનો ભીંનો ખૂણો કર્યો નથી,
છે ચમક મારા પ્રણયમાં પણ હજુ,
લાગણી પર તો લૂણો કર્યો નથી,
~ હિંમતસિંહ ઝાલા