મંઝિલ પછી પણ અહીં નવી મંઝિલ હોય,
આ કદમ માટે આખરી મંઝિલ હોય નહી.
અન્ય પર ભરોસો ચોક્કસ નકામો જ ઠરે,
આ જગતમાં કોઈ ખુદથી કાબિલ હોય નહીં.
કૂદી પડવાનું જાણે જ નહીં જે સમયસર,
એના માટે પછી તો કોઈ સાહિલ હોય નહીં.
જે થાળીમાં ખાય એ જ થાળીમાં છેદ કરે,
આ જગતે એનાથી મોટો કાફિર હોય નહીં.
મહેનત કરવામાં પાછી પાની કરે જે અહીં,
એનાં ખ્વાબોની પછી કોઇ તાબિર હોય નહીં.
નિલેશ બગથરિયા “નીલ”