આજ પ્રસ્તાવ આવ્યો મને પ્રેમનો,
ને પછી હોશમાં હું રહું કેમનો?
રાત હો કે,દિવસ ફેર ના કૈ પડે,
બસ વિચારો કરું છું સદા એમનો,
લાગણીથી જરા એ નજર શું મળી
આજ ઉકેલ પણ મળ્યો વ્હેમનો,
છું તવંગર હવે સૌથી હું તો અહીં
શું ખજાનો મળ્યો છે મને હેમનો,
દર્દનો ભાર હળવો થયો છે હવે,
માનું આભાર હું પણ હવે રહેમનો.
હિંમતસિંહ ઝાલા