આદમીનો મિજાજ કહી દેશે,
અહીં છે કેવા રિવાજ કહી દેશે.
બાગનો હાલચાલ પુછીશ તો,
ખુશ્બુઓનો સમાજ કહી દેશે.
કોઈ દરિયાની જાંણવા ગેહરાઈ,
હોડકીને જહાજ કહી દેશે.
ફી વડે લોક પ્રેમ શીખે છે,
કેવો કરવો એ તાજ કહી દેશે.
દિલ અને કળથી વાંચશે ગઝલો,
લક્ષ્ય મારો અવાજ કહી દેશે.
ખુરશીઓનો હવે પછીનો પ્લાન,
મંચ પર એના સાજ કહી દેશે.
કાલની કોણ ભાઈ રાહ જુએ,
કાલના “બીજ” આજ કહી દેશે.
સિદ્દીકભરૂચી.