આપને એકાંતમાં મળવું હતું,
ને અઢી અક્ષરમાં કંઇ કે’વુ હતું.
તેં ગુલાબ આપીને સમજાવી દીધું,
ફેસબુક પર જે મને લખવું હતું.
આંખના ચક્કરમાં હું ડૂબી ગયો,
પ્રેમસાગર તો હજી તરવું હતું.
બારણું ત્યાં બંધ કાયમનું થયું.
જેને સપના લઈ નવા ખુલવું હતું.
ખીલતા પહેલાં ખરી ગઇ સૌ કળી,
જેમને થોડું જરા ઊગવું હતું.
~ સિદ્દીકભરૂચી