આભે જઇને અંકિત થાવા,
કાયા ચાલી ખંડિત થાવા.
જ્યાં કોઈને દુઃખમાં જોયાં,
ડાહ્યા ચાલ્યાં પંડિત થાવા.
જ્યાં ભૂખ્યા સૂવે બાળક ત્યાં,
ઈશ્વર આવે વંદિત થાવા?
સ્મિત જોઇને એની પાસે,
પુષ્પો ચાલ્યાં સ્પંદિત થાવા.
હું જઇને એને ભેટ્યો તો,
એના રંગે રંગિત થાવા.
મેં બોલીને ગુનો કરેલો,*
ટોળા માંથી વંચિત થાવા.
સીધા રો તો જગ મુંજાશે,
કારણ આપો શંકિત થાવા.
ધ્રુવ પટેલ ‘અચલ’