ગાલગાગા /ગાલગા
સૂર્ય ને વાળી રહી હું,
આવકારૂં રાતને.
મીઠડી નીંદર ચહી હું,
આવકારૂં રાતને.
રાતથી રાહત મળે ને,
ભાત થી ચાહત ફળે,
જાત પ્રેમાંશથી ઢહી હું,
આવકારૂં રાતને.
હેતનાં તોફાન ચડતાં,
દોડતાં હાંફી રહી..
સાવ નોખી છું કહી હું,
આવકારૂં રાતને.
હું નદી સાગર ચહું પણ,
ક્યાં મળે માંગ્યું કદી?
નાવ ડૂબાવી મહીં હું,
આવકારૂં રાતને.
વાત વાદોમાં અટકતી
ત્યાં ભટકતી આશ પણ,
તે છતાં રંગોસહી હું.,
આવકારૂં રાતને.
બાગ ફોરે વ્હાલમાથી,
કોકિલા એ જાણતી.
ફૂલ પંપાળી મહીં હું,
આવકારૂં રાતને.