સાદ ના પાડું છતાંયે આવવું તો જોઈએ ને,
દોસતીનું માન તારે રાખવું તો જોઈએ ને !
ક્યાં કહું છું સાવ ખોટા હોય છે તારા વિચારો,
સહેજ સચ્ચાઈથી અંતર માપવું તો જોઈએ ને !
જો વિખેરાઈ જવાનું હોય છે ક્ષણમાં બધું તો,
જીવવા એક સ્વપ્ન સરખું ટાંકવું તો જોઈએ ને !
મારી નિષ્ફળતા ઉપર તું મૂછમાં મલકાય છે ને ?
જ્ઞાન તારી પાસે જો હો, આપવું તો જોઈએ ને !
ઘાવ ભરવા હું લખું છું એટલું સમજાય છે, તો
આંખથી એકાદ આંસુ સારવું તો જોઈએ ને !