“ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઇશ્વર,
તું કેવો અકસ્માત થી સર્જાય છે ઇશ્વર..
હેઠા મુકાશે હાથ ને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે, ત્યાં જ શરૂ થાય છે ઇશ્વર..
જો દૂર પેલી વસ્તી માં ભૂખ્યાં છે ભૂલકાં,
લાગે છે તને દૂર ના ચશ્માં છે ઇશ્વર..
કહે છે કે તું પેલા મંદિર-મસ્જિદ માં છે હાજરાહજુર,
તું પણ શું ચકાચૌન્ધ થી અંજાય1છે ઇશ્વર..
થોડા જગતનાં આંસુ અને થોડા ‘મરીઝ’ ના શેર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઇશ્વર..??
તારા માં હું ય માનતો થઈ જાવ છું જ્યારે,
મારા માં તું ય માનતો થઈ જાય છે ઇશ્વર..
ઠોકર ની સાથે નામ તુજ લેવાય છે ઇશ્વર,
તું કેવો અકસ્માત થી સર્જાય છે ઇશ્વર..”