ખોડમાં જ ખાટલો ને ખાટલે મોટી ખોડ
ઈલાસ્ટીકિયાં યુગમાં ભુલાઈ છે બાંધછોડ
ન્યુઝ બધાં જ હોય છે બ્રેકીંગ જ હવે
સત્ય,સ્પીડની નહીં હવે ટીઆરપીની હોડ
હવે તો ખાનગી પણ થઈ જાય છે જાહેર
જે સર્વવિદિત છે એનો કેમ પાડવો ફોડ
સૌ નિભંરો સૂતાં જ રહે છે મોહ નિશાએ
સજ્જનોને માથે જ સતત કર્તવ્યોનો લોડ
ફક્ત એ જ લઈ જઈ શકશે મંઝિલ ભણી
છો ને હોય આકરો સત્ય,પ્રેમ,કરુણા રોડ
લક્ષ્મી,પદ,સતા નથી જ આપતી સુખનિદ્રા
જગ આખું શોધે છે સુવાં માતાની જ સોડ
-મિત્તલ ખેતાણી