ઈશ્કની ‘આંખો’ ને ‘અંતર’નો પરીચય,
એક ચ્હેરો દે છે ભીતરનો પરીચય.
બ્હાર માણસ નીકળી ભટકાય ત્યારે,
થાય એના ‘જ્ઞાન’ ને ‘ઘર’નો પરીચય.
ભર બજારે લાગણી, દોડી ત્વરાથી,
તો થયો પ્રશ્નોને અવસરનો પરીચય.
અપરિચિત શહેરમાં મળ્યા તમે તો,
એમ લાગ્યું છે જગતભરનો પરીચય.
શેર એક શંભળાઈને આગળ વધીશ હું,
જો મને થાશે સમંદરનો પરીચય.
આપીને લેવાનું પણ જાણે જ છે એ,
થઇ ગયો “તૂર્કી”માં ઈશ્વરનો પરીચય.
સિદ્દીકભરૂચી