ઊંઘ ભરેલી આંખોમાય, ઉર્જાનો સંચાર થાય છે;
જ્યારે તું, મારી આસપાસ થી ‘પસાર’ થાય છે…
ને ઉતરી જાય છે થાક, દિવસભરનો, પળવારમાં;
જ્યારે અનાયાસે જ, ક્ષણિક તારો ‘વિચાર’ થાય છે…
નથી જરૂર યાદ રાખવાની, તારાં અત્તરની ખુશ્બુ;
તારી હાજરીનો તો બસ, મને મીઠો ‘અણસાર’ થાય છે…
ને, આખુંય જગ જાણે છે આપણાં વિશે, તારાં સિવા;
બહાર નીકળીને તો જો, મારાં પ્રેમનાં શું ‘પ્રચાર’ થાય છે…
દર્દ-એ-દિલમાં, નથી કામ લાગતી કોઈ દુઆ;
તારાં સ્પર્શથી જ, મારા આ દર્દનો ‘ઉપચાર’ થાય છે…
ને છે તું, મારાં જીવનની, ખાંડ-ઘી સમી;
તું ભળેને, તો આ કોરો લોટ પણ ‘કંસાર’ થાય છે…
ખૂટે છે, મારાં જીવનનાં કોયડાનો, આ છેલ્લો ટુકડો;
તું મળેને, તો પૂરો મારો આ ‘સંસાર’ થાય છે…
-પલાશ બારોટ