એક ક્ષણ માટે કદી તું આવજે,
ક્ષણની પણ બનશે સદી તું આવજે,
આંસુનું ઝરણું વહે છે જે સતત,
એ હવે બનશે નદી તું આવજે,
હું ભુલ્યો છું ક્યાં જરાયે પણ તને
યાદ જો આવે યદિ તું આવજે,
સાવ નાજુક મારું દિલને એ છતાં,
લાગણી તોયે લદી તું આવજે,
પ્રેમ મારો છે સદા માટે પવિત્ર,
છે નહીં કોઈ બદી તું આવજે,
હિંમતસિંહ ઝાલા