એક ખુલ્લી કિતાબ જેવી છે મારી જિંદગી,
અનમોલ ખિતાબ જેવી છે મારી જિંદગી.
ખિલે છે જે સંકટોના કંટકો વચ્ચે,
અજનબી ગુલાબ જેવી છે મારી જિંદગી.
વરસતી રહે ઇશ્વર કૃપા હરદમ,
નથી કંઈ હિસાબ જેવી છે મારી જિંદગી.
અનેરી હૂંફ છે જેની નવી છે તાકાત,
અજબ આફતાબ જેવી છે મારી જિંદગી.
કદી પણ કોઈ ક્યાં જે સમજી શકે છે,
હકીક્તના ખ્વાબ જેવી છે મારી જિંદગી.
-દિનેશ નાયક “અક્ષર”