કોઈ સપનાઓથી પર રહી, જયારે જીવશે,
ડગમગ ભલે તોય,ચાલતાં એ એક દિ શીખશે.
પાનાં બધા વેરાય ગયા તોય,આશા હજુ બાકી,
સોય – દોરો લઈ, સિવતાં એ એક દિ શીખશે.
અંદાજ એમ લગાવોમા એના વિશે હવે કોઈ,
ધાર્યા કરતાં ક્યાંય આગળ એ એક દિ નીકળશે.
જાતને માનો જરૂર માનો, એ પણ કંઈ કમ નથી,
તમારાં વિચારોથી વિપરીત એ એક દિ નીકળશે.
મૌન છે તો શું બધે જ એને તમે દબાવી શકશો?
રેવા દેજો, હદ બહાર એ પણ એક દિ નીકળશે.