એ પરત તો આવશે પાછા જરૂર,
આસુંના પુર લાવશે પાછા જરૂર,
ના સહન થાશે વિરહની વેદના,
ને ચરણ તો ભાગશે પાછા જરૂર,
આંખમાં તો આંસુનો અંબાર છે,
હાથ મારો માગશે પાછા જરૂર,
યાદ મારી જિંદગીભર આવશે,
રાત આખી જાગશે પાછા જરૂર,
પાનખરના આ વિલાપો ક્યાં સુધી?
ફૂલ વસંતે ખીલશે પાછા જરૂર,
હિંમતસિંહ ઝાલા