કદમ ચાલતા જાય છે ગામ સુધી,
ઉભી છે સડક સ્થિર મુકામ સુધી.
હશે કેટલી વિવિધતાથી ભરી,
સફર આ કલમના ક થી જ્ઞાન સુધી.
લગોલગ એ બેસી ગયા આવીને,
ન પગરવ પહોંચી શકયો કાન સુધી.
તમે આવશો એ ભરોસો હતો,
પ્રતીક્ષા કરી એટલે શામ સુધી.
બધું અંશમાં છે વિભાજીત એ,
નથી કાંઈ પૂરું નરી આંખ સુધી.
ડૉ. મનોજકુમાર પરમાર “પારસ”