કદી મળ્યા નહિં જોડે રહીને,
સખત યાદ આવ્યા આઘે રહીને.
ભલે સાંજે નહીવત થઇ જતા એ,
છતાં હકક ભોગવે માથે રહીને.
હવે દીવાલ ખુદ બોલી ઉઠે છે,
કરો વાતો મગર ધીમે રહીને.
કદી સન્માન ના મળ્યું જીવનમાં,
હવે એ જાય છે કાધે રહીને.
અલગતા દુશ્મનોની ટેવ ‘સિદ્દીક’,
કરે મિત્રો દગો સાથે રહીને.
સિદ્દીકભરૂચી.