ક્યારેક કહેર ને ક્યારેક મહેર કરે છે,
કુદરત કાયમ આવી કમાલ કરે છે.
આપે આમ તો અઢળક માનવને એ,
તોય આ નાસમજ તો ધમાલ કરે છે.
લગભગ રહસ્ય સમજાય જાય એના,
છતાં અધીર માનવ તો સવાલ કરે છે.
પામે છે કુદરત થકી કેટ કેટલું જીવનમાં,
તોયે રહીને અતૃપ્ત એ બબાલ કરે છે.
ફરીયાદ, ફરીયાદ ને ફરીયાદ પછી પણ ,
કુદરત તો અહીં હર જીવને વ્હાલ કરે છે.