કર્યો છે ભરોસો મેં તારી વફા પર,
તું આપે ભલેને સજા આ ગુના પર.
અરે એક તમને જ ચાહ્યા કરે છે,
સનમ આ હ્દય ક્યાં મરે છે બધાં પર ?.
હૃદય તૂટવાની બને જ્યારે ઘટના
બધાની નજર પણ હશે એ બીના પર,
ગયું છે બધું ખોટમાં આજ સુધી,
જીવન ચાલશે આ કદી તો નફા પર,
ઘણા છેતર્યા છે જીવનભર છતાંયે,
ફરી લ્યો ભરોસો કરું બેવફા પર,
હ્ર્દય તોડવાનો ગુનો તેં કર્યો છે,
હવે જીવવું તો પડ્યું છે જફા પર,
કરું છું જ બંધનમુક્ત બેધડકને,
વિચારું નહિ હું જરાયે ખફા પર,
હિંમતસિંહ ઝાલા