કાદવ વચ્ચે પણ કમળ આપી શકે છે
મોક્ષનું મૃગજળ પણ આપી શકે છે
પ્રભુનો ન્યાય પૂછી લો ને અશ્વત્થામાને
તે અમૃત પણ હળાહળ આપી શકે છે
મહેલો પણ જોતાં નથી જેને બદલામાં
સુદામા જ ખુદનાં તાન્દુલ આપી શકે છે
અગ્નિસ્નાન ટાણે પણ કર્તવ્ય ન ચૂકવું
હનુમાનની પૂંછ જ વળ આપી શકે છે
ભક્તિમાર્ગે તો અસ્તિત્વ આવશે દોડતું
શબરી જ રામને એંઠા ફળ આપી શકે છે
-મિત્તલ ખેતાણી