કેટલાયે સવાલો લઈને ફરું,
આપના હું ખયાલો લઈને ફરું,
ના મળ્યું કોઈ સરનામુંને એ છતાં,
પ્રેમની હું ટપાલો લઈને ફરું,
સાંભળે કોઈ દિલથી કદીયે મને,
દર્દનો હું હવાલો લઈને ફરું,
વાત દિલમાં છુપાવી દીધી છે ઘણી,
રોજની હું બબાલો લઈને ફરું,
જો હશે પ્રેમની કૈં તરસ આપને
પ્રેમનો હું પિયાલો લઈને ફરું,
હિંમતસિંહ ઝાલા