કોઈની વાતમાં હું પડ્યો નથી,
કોઈને પણ કદી હું નડ્યો નથી,
ના પહોંચી શક્યો મંજિલે ભલે,
તોય ઉંધે રસ્તે હું ચડ્યો નથી,
દર્દ દુનિયા ભલે આપતી રહે,
જે દુઃખે એ નસે હું અડયો નથી,
એ જલાવી રહ્યા છે મને ઘણા,
એ છતાંએ જુઓ હું રડ્યો નથી,
શબ્દના ઘાવ દીધા કરે ભલે,
એમને એ છતાં હું લડ્યો નથી,
હિંમતસિંહ ઝાલા