હજારો વચ્ચે કોઈ મારું હતું,
બજારો વચ્ચે કોઈ મારું હતું,
ઠરી આંખ જોઈ મનોહર દ્રશ્ય
નજારો વચ્ચે કોઈ મારું હતું,
ઉભો છું હવે કાફલાની મધ્યે,
વણઝારો વચ્ચે કોઈ મારું હતું,
દુઆઓ ફળી છે બધીયે હવે,
મજારો વચ્ચે કોઈ મારું હતું,
હતા પીઠ પર ઘાવ ઊંડા ઘણા
ઓજારો વચ્ચે કોઈ મારું હતું,
હિંમતસિંહ ઝાલા