કોણ જાણે કૈ કરામત થઈ હશે!
આ હ્ર્દયને શું મહોબત થઈ હશે?
લાગણી ઉછળી રહી છે ભીતરે,
કે હ્દયમાં પણ કયામત થઈ હશે.
લાગણી અમસ્તી જન્મી તો હોય ના,
આપનાથી કૈ શરારત થઈ હશે,
પાંપણો ઝૂકી શરમથી આજ તો,
ચાહવાનીયે ઇજાજત થઈ હશે,
કોઈ ના ગમ્યું કદીયે પણ મને,
આપની જગ્યા અનામત થઈ હશે,
હિંમતસિંહ ઝાલા