કોણ ભીતર હજી ધરાર ઝૂરે?
કોણ આવી રીતે અપાર ઝૂરે?
ધ્યાન દઇ સાંભળો હવે રાણા!
ક્યાંક મીરાંનો એકતાર ઝૂરે!
ન્યાય માગી રહી છે પાંચાલી,
બાણશૈયા ઉપર નકાર ઝૂરે!
હાથ ફરતો નથી હવે ” મા “નો,
ઓકળી આળખેલ ગાર ઝૂરે!
કોઈ આવ્યુ,વળી ગયું પાછુ,
સાવ ઠાલું બીડેલ દ્વાર ઝૂરે!
– ‘હર્ષા’ દવે