લ્યો, મોં પર પડદો કાયદેસર થઈ ગયો,
સાંપ્રત જીવનને હવે કોરોના થઈ ગયો.
હેતે ભેટી મળતું અહીં હૈયે હૈયું કાયમ,
ભાવના જગને હવે કોરોના થઈ ગયો.
મળી શકતા સૌ કોઈ રોજ ગામને પાદર,
મુક્ત મુલાકાતને હવે કોરોના થઈ ગયો.
ભજન, ભોજન ને ડાયરા તો સ્વપ્ન થયાં,
ધરમ, ધૂન ને ગાયનને કોરોના થઈ ગયો.
મોજ છે હા મોજ છે ગવાતું ચારે તરફ,
જીવતરના આ ગાનને કોરોના થઈ ગયો.
નિલેશ બગથરિયા “નીલ”