આજીજી કરવી પડે એવી ક્ષણો આવે નહીં,
હાજી હાજી કરવું પડે એવી ક્ષણો આવે નહીં.
ઓળખ પોતાની અકબંધ જળવાય રહે જગે,
મોહરાં લગાવવા પડે એવી ક્ષણો આવે નહીં.
આજ હંમેશા છવાયેલી રહે આ મન પરે,
કાલ કામ કરવું પડે એવી ક્ષણો આવે નહીં.
સમાધાન જેવું આ જીવતરે ભળતું જ રહે,
વિવાદ હાવી થાય એવી ક્ષણો આવે નહીં.
હર સંબંધે અહીં પ્રેમ ને વિશ્વાસ જળવાય,
સંશય જાગે વારંવાર એવી ક્ષણો આવે નહીં.
નિલેશ બગથરિયા “નીલ“