એક ક્ષણમધુરતાની મલકતી ગઈ,
ત્યાં સમયની રેતી સરકતી ગઈ.
રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરતો રહ્યો,
સતત ઝરણા જેમ છલકતી ગઈ.
આંખ ,ભીની યાદના આંસુ સાચવે છે,
ક્ષણ પ્રતિક્ષણ એની ઝળકતી ગઈ.
પંખીને જેના સહારાનો ભરોસો હતો,
એજ પાકટ ડાળ પણ બટકતી ગઈ.
સમજીને હું સુધારવા મથુ સમય,
હાથવગી એક ક્ષણ પણ ભટકતી ગઈ.
-દિનેશ નાયક “અક્ષર”