પાનખરમાં ખર્યું પાન,પીળો એનો રંગ છે,
ડાળથી ખર્યું છે પાન તે હવે પવનનું અંગ છે.
હસતી હસતી કૂંપળો જ્યારે વૃક્ષને ફૂટે,
ધરતીને આકાશમાં એનો કેટલો ઉમંગ છે.
ખરે છે જ્યારે પાન વૃક્ષ ત્યારે ડૂસકાં ભરે,
પાનખર પછી વસંત આવે કેવો પ્રસંગ છે !
ખીલે તે ખરે – ખરે તે ખીલે -કુદરત ક્રમ,
જીવન મરણની પાર દુનિયા દંગ છે .
એક સુક્કું ખર્યું પાન તો છે જીવનનો સાર,
છુટે સાથ ડાળીનો-ને વાવાઝોડાનો સંગ છે.
– દિનેશ નાયક “અક્ષર”