ખોલી નાખો હ્રદયના તાળાઓ,
સાફ રાખો સ્વજનની શાળાઓ.
ખેંચી લાવ્યા ઘરે શીયાળાઓ,
જ્યારે પ્હોળા થયા ઉનાળાઓ.
તુજને ” like ” કરે છે નજરોથી,
મુજને દિલ ને દિમાગવાળાઓ.
આશ્ચર્યો કહે ઈમારતને,
ક્યારથી છે સદીના જાળાઓ.
જાત આખી ઘસાઈ ગઇ ‘સિદ્દીક’,
તો થયા છે પ્રણયના માળાઓ.
સિદ્દીકભરૂચી