શબ્દોને મરડી મરડીને મેં તો ગઝલ અવતરી,
ગઝલે તો ભીતરે મારા દુઃખોને મારી છે છરી!
મદદે સૌની ઉભી તો ગયો હું, અંતે મળ્યું શું?
માણસાઈના નામ આગળ દુનિયા આજે મરી!
સુખોના પોટલાં બાંધવા દોડું છું હું જગતમાં,
મારી દયાળુ આંખેથી આસુંરૂપી કાંકરી ખરી.
બે કદમ તું શું આગળ વધી ગયો છે મારાથી,
તારી તો પૂરી જિંદગી આજે અભિમાને ચડી!
જરા આપો મને જવાબ કે, સંબંધ છે સ્વાર્થ?
આજે તો સ્વાર્થની પીઠે લાગણીઓ છે સડી!
ઝાંખું છું ભગવાનની આંખોમાં મંદિરે જઈને,
કે પ્રભુ આવી કંકાસી દુનિયા મને કેમ મળી?
છું એક બળબળતો ‘દીપ‘, માનો તો કાળાશ,
પણ અંધાર સામે તો મારી જાત બળીને લડી.
દીપ ગુર્જર