કાવ્ય જ્યાં છે,ગઝલ જરૂરી છે,
એમ તારી દખલ જરૂરી છે.
ક્યાંય અરજી કરો ,મગર સાથે,
ડોક્યુમેન્ટની નકલ જરૂરી છે.
આ સમય એક જંગ જેવો છે,
વાત કરતાં , અમલ જરૂરી છે.
જ્યાં અમારી કશી જરૂર નથી,
ત્યાં અમારી કતલ જરૂરી છે.
કેમ હિંસક જનાવરો ઘરમાં?
માણસોની ફસલ જરૂરી છે.
“ચૅટ” કરતાં “ચીટીંગ” કરવા પણ,
આજ “યાહૂ”, “ગૂગલ” જરૂરી છે.
તારા દર્શનની આ પરીક્ષામાં,
દોસ્ત, એકેક પલ જરૂરી છે.
ચોખ્ખા ઘીની જેમ આજે પણ,
તારી સીકલ અસલ જરૂરી છે.