છંદ : મુતદારિક
બંધારણ : ગાલગા×૪
પ્રાણના જોખમે દોડશું આખરે,
જીતનું ફળ અમે ચાખશું આખરે.
જિંદગીમાં તો નફરત કરી શું મળ્યું?
પ્રેમના ઓટલા બાંધશું આખરે.
લાખ ઉમ્મીદ આજે તે તૂટી ગઈ,
લાગણી ભીતરે રાખશું આખરે.
અસ્તિત્વ આજ ભેરુનું એ રાખવા,
કાજ પરિવારની હારશું આખરે.
લાલચી ખેલ સંબંધમાં ખેલવા,
ધૂળ આંખોમાં ત્યાં આંજશું આખરે.
ઊંઘતા આ જગતમાં બધા છે જુદા,
જીત ખાતર અહીં દોડશું આખરે.
અંત આવે છતાં શ્વાસ ગણશું અમે,
દુઃખ ઝાઝા ભલે, જીવશું આખરે.