ગાંસડી બાંધો તો બંધાતી નથી.
આ હવા પણ શું ગજબની ચીજ છે.
આંખને અડકે છે દેખાતી નથી.
કાં રમકડું લઈ શકું કાં રોટલી,
વાત એ બાળકને સમજાતી નથી.
કાં ચરણ ફંટાય છે કાં ચાહના
કેડીઓ ક્યારેય ફંટાતી નથી.
વેંત ઊંચી વાડ છે વિખવાદની
આપણાથી એય ઠેકાતી નથી.
~ ચંદ્રેશ મકવાણા “નારાજ “