છંદ : મુતદારિક
બંધારણ : ગાલગા×૪
હાર માનીને જીવનમાં ચડવું હતું,
જીતને પણ તો ક્યારેક મળવું હતું.
લાગણીઓનું કેવું, રડાવી જશે,
તોય મારે પ્રણયમાં તો પડવું હતું.
પ્રેમના ઓટલે બેસવું તો હતું,
ઓટલે ઓટલે ઉર તો કડવું હતું.
સાથ ચાલી દુઃખી સૌને કરવા હતા,
આમ સ્વાર્થી જગતમાં તો લડવું હતું.
દીપ, સંબંધ માટે તું જીવે અહીં,
પ્રેમથી આમ હળવું ને ભળવું હતું.