ભૂલો સઘળી હવે સ્વાહા કરીએ,
ચાલ નવી એક શરૂઆત કરીએ.
મૌન ફળે હરબાર એવું થોડું બને?
ચાલ સંવાદે ભળીને વાત કરીએ.
બહું મોડું થયું નથી હજી સંબંધે,
ચાલ હવે પ્રેમસભર નાત કરીએ.
ચૂક તારી ને મારી બન્ને તરફ હશે,
ચાલ ભૂલી બધું નવી ભાત કરીએ.
ગેર સમજ થાતી રહે માણસ છીએ,
ચાલ ટાળી બધું ઉજળી રાત કરીએ.
નિલેશ બગથરિયા “નીલ“