છે સવાલો? જવાબ ચૂંદડીમાં,
આસુઓનો હિસાબ ચૂંદડીમાં.
સાદગી લાજવાબ ચૂંદડીમાં,
ડાઘ લાગે ખરાબ ચૂંદડીમાં.
છે છુપાયેલ નાદ ચૂંદડીમાં,
લાગણી આફતાબ ચૂંદડીમાં.
આશ ક્યાં છે રહી કશાની પણ?
સુખ તો બસ છે ખ્વાબ ચૂંદડીમાં.
સાવ છે જે અજાણ સંબંધો,
એ રસમનું ગુલાબ ચૂંદડીમાં.
બોલવાની મનાઈ છે ત્યારથી,
એક રાખ્યું નકાબ ચૂંદડીમાં.
વાંચશો તો મજા વિખાઈ જશે,
અક્ષ જીવન કિતાબ ચૂંદડીમાં.