ગઈ કાલ ચૂંદડી ને આજ ચૂંદડી,
મારા મને સદા છે તાજ ચૂંદડી.
જન્મારો ઓગળે એની જ છાંવમાં,
ઘરબાર ચૂંદડી ને છાજ ચૂંદડી.
અસ્તિત્વ ચૂંદડી, વૈરાગ્ય ચૂંદડી,
સાદાઈ ચૂંદડી ને સાજ ચૂંદડી.
ક્યારેક તો મને ગુસ્સોય આવે છે,
પણ સૌએ દર્દનો ઈલાજ ચૂંદડી.
ત્હેવારે ચૂંદડી, વ્હેવારે ચૂંદડી,
ને આમ જો કહું તો લાજ ચૂંદડી.
જો ખેંચતાણમાં ફાટી છે જાત સમ,
લાવી શકો નવી, ઓ રાજ ચૂંદડી ?
નાતોય કંઈ નથી બસ આજકાલનો,
જન્મોના પુણ્યનું છે વ્યાજ ચૂંદડી.
જાનવી ઉંડવિયા