ચૂપકીદીથી તારો ઇશારો શોધું છું
તારા શબ્દનો હું સહારો શોધું છું
લહેરોમાં ડૂબતી નાવની જેમ
મંજિલ કાજે હું કિનારો શોધું છું
આવ્યા જે તોફાન શાંત પણ થયા
છતાંયે હજી હું સહારો શોધુ છું
ખ્યાલ છે રાહ સીધી સરળ નથી
સફરમાં સાથ હું તારો શોધું છું
રેતાળ રણ જેવા જીવતરમાં
ચોમેર ફૂલોનો હું નજારો શોધું છું
– દિનેશ નાયક “અક્ષર”