વિતાવેલી એ દરેક પળમાં મારો સાદ તો છે ને,
ભલે ને રહ્યા હોય આપણે જુદા જુદા સરનામે,
એ ગલી જ્યાંથી હું નીકળ્યો ત્યાં વરસાદ તો છે ને,
ઉગી હતી મહોબ્બત આપણી એક સવારની માફક,
આથમતા સબંધે હવે રોશન એવી રાત તો છે ને,
ખુશ હોઈશ આમ તો મારાં ગયા પછી તું પણ સહજ,
ખોટો રોકાઈ ગયો હતો એવી ફરિયાદ તો છે ને,
ને ક્યાં હાસિલ થાય છે દરેક પડાવ આ મહોબ્બતમાં,
આખરે તને જે ફળી એમાં કોઈકનો સાથ તો છે ને..!
અલ્પેશ પ્રજાપતિ