ભલે આવાઝ ઉઠે કે ના ઉઠે , આંગળી ઉઠાવી જરૂરી છે,
જમીર તમારું જીવવા નહિ દે,જબાન ખોલવી જરૂરી છે.
ધૂંધવાયેલ રહેવાથી અગન લાગી એ હોલાશે નહિ કદી,
આક્રોશ ફાટે એ પહેલાં, અસ્મિતા જગાડવી જરૂરી છે.
આમને આમ રહેશો તો ખોવાઈ જશો ભુંડા ભૂતકાળમાં !
કટાઇ જઈએ એના કરતા જાત ને ઘસી નાખવી જરૂરી છે.
મુકદર્શક રહીને માણતા રહેશો તો કંઈ મોજ નહિ પડે ?
યા હોમ કરી કુદી પડો અંદર, ઉંડાઇ માપવી જરૂરી છે.
અફસોસ રહેશે જિંદગી આખી આત્મા સન્માન ગુમાવીને,
આત્મા થીજી જાય એ પહેલાં, આગ લગાડવી જરૂરી છે.
સહનશીલતા એ કોઈ સોદો નથી , શત્રુ સાથે શાંતિનો !
મૌનની ભાષા જો ન સમજે તો,ખામોશી તોડવી જરૂરી છે.
કેન્ડલ માર્ચ કાઢો કે કબરે દીવા કરો, સ્વર્ગમાં સુખ નહિ મળે,
ચિતા ઠરે એ પહેલા એના આત્માંને શાંતિ આપવી જરૂરી છે
વિનોદ સોલંકી ” મિત્ર “