જાવું છે ક્યાં તમારે અહીંયા બધું મૂકીને?
આખું ય પડ અચાનક આ જાગતું મૂકીને.રહેવાની ટેવ પાડો, ગમશે બધું પછીથી,
કોઈ ન ખાટવાનું, આ જે મળ્યું મૂકીને.
આખું ય પડ અચાનક આ જાગતું મૂકીને.રહેવાની ટેવ પાડો, ગમશે બધું પછીથી,
કોઈ ન ખાટવાનું, આ જે મળ્યું મૂકીને.
ઈચ્છાની એક બારી અધખુલ્લી રહી ગઈ છે,
વાછટ મજાની માણો, મોં વામણું મૂકીને.
સામે જે બાળકોને હસતા તમે જુઓ છો,
ત્યાં જિંદગી મળે છે, આ આયખું મૂકીને.
આ મારું, આ તમારું, એવા હિસાબ છોડી,
બસ એક વાર જોજો ત્યાં “આપણું” મૂકીને.
આપે પસંદગીની ઈશ્વર જો તક ફરીથી,
ખોયું જ વ્હાલું કરશો, આ ખાંપણું મૂકીને.
: હિમલ પંડ્યા