ખેલદિલી હોય તો, જાહેરમાં એકરાર કર !
જો જીતી ના શકે તો, હાર નો સ્વીકાર કર,
એ જરૂરી નથી કે સફળતા ચૂમે ડગલે પગલે,
નિષ્ફળતા મળે તો પણ , ના કોઈ ઇનકાર કર.
જિંદગી કઈ સસ્તી નથી કે, વેડફી નાખી એ,
વિધ્ન આવે ભલે નાના કે મોટા, પડકાર કર !
કર્તવ્ય છે અવાજ ઉઠાવવો અત્યાચાર સામે !
પ્રાણ જાય તો જાય , છેલ્લે સુધી પ્રતિકાર કર.
જવાબદારી શિરે હોય તો છટકાય નહિ, કદી !
સહેવું પડે થોડું ઘણું,સબંધોની થોડી દરકાર કર,
ખાનદાની એમા જ છે કે, સહુ કોઈ સન્માન કરે,
દુશ્મન ઘેર આવે તો પણ આદરથી, સત્કાર કર.
ઉપડી જવાનું છે અનંત યાત્રાએ એક દિવસ !
તૈયાર રહે, હસ્તા મુખે, જાત ને ખબરદાર કર .
વિનોદ સોલંકી ” મિત્ર “